ગુજરાતઃ અંબાજી વિસ્તારમાં હવામાનમાં પલટો, વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં

બે દિવસમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે.

બે દિવસમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 48 કલાક સુધી હવામાન સૂકું અને વાદળછાયું રહેશે. આ સાથે 5, 6 માર્ચે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે વસંત અને ઉનાળાની બેવડી ઋતુ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંબાજી વિસ્તારમાં શુક્રવારે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ હળવા ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે હવામાનમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

વર્તમાન તાપમાન સામાન્ય કરતા 2 થી 5 ડિગ્રી વધુ રહેશેઃ હવામાન વિભાગ

ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું કે ગરમીની વાત કરીએ તો વર્તમાન તાપમાન સામાન્ય કરતા 2 થી 5 ડિગ્રી વધુ રહેશે. પરંતુ ત્યાર બાદ હવામાનમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડશે. હાલમાં હીટવેવની કોઈ આગાહી નથી. ભાવનગર, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.

કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે

હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈસ્ટર્ન ટ્રફના કારણે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાદળોની રચના બાદ કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરત, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સરક્યુલેશન રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે હવામાનમાં ફેરફાર થશે અને ભેજને કારણે વરસાદ પડી શકે છે.

Read more – હવે બે વિષયમાં 35 ટકાથી ઓછા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને નાપાસ ગણવામાં આવશે, જાણો સમગ્ર મામલો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top