હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આ આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લાના જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાક નિષ્ફળ જવાથી ચિંતિત છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાજી પંથકમાં ભારે વરસાદ
શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અંબાજી વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો જ્યારે ડીસામાં હળવો વરસાદ પડ્યો હતો. થોડા દિવસો પહેલા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી થોડા સમયમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીના પગલે અનેક માર્કેટ યાર્ડો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ
મહીસાગરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતિત છે. કમોસમી વરસાદ ઘઉં, મકાઈ સહિતના પાકને નુકસાન પહોંચાડી શકે છે.
Read more – અંબાજી વિસ્તારમાં હવામાનમાં પલટો, વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં