યુવકે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો, નિરાધાર બાળકોને ચાર્ટર્ડ પ્લેનમાં હવાઈ મુસાફરી કરાવવામાં આવી
સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય ત્યારે તેને જન્મદિવસની પાર્ટી અથવા ડાન્સ પાર્ટી તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ અમરેલીના એક યુવકે પોતાનો જન્મદિવસ એવી રીતે ઉજવ્યો કે તે માત્ર પોતાના માટે જ નહીં અન્ય માટે પણ યાદગાર બની ગયો. આ યુવકે પોતાનો જન્મદિવસ ગરીબ બાળકો સાથે ઉજવવાનું નક્કી કર્યું અને તે પણ અનોખી રીતે જે કોઈએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય. આ યુવકે સાત નિરાધાર બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું અને તેમને હવાઈ મુસાફરી પર લઈ જઈને તેમના જન્મદિવસને યાદગાર બનાવ્યો.
ડૉ. કલામ ઈનોવેટિવ સ્કૂલના ડાયરેક્ટર તરીકે કાર્યરત જય કાથરોટિયાએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો
અમરેલીની ડો. કલામ ઈનોવેટીવ સ્કુલના ડાયરેક્ટર તરીકે કાર્યરત જય કાથરોટીયાએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. જયે પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ગરીબ બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું. જયે આ બાળકો સાથે પ્લેનમાં 1200 ફૂટની ઉંચાઈ પર કેક કાપીને અનોખી રીતે ઉજવણી કરી હતી. જેઓ પાર્ટીઓમાં હજારો રૂપિયાનો વ્યય કરે છે તેમના માટે જયની ઉજવણી પ્રેરણારૂપ છે. આ ઉજવણી વિશે વાત કરતા જયએ કહ્યું કે 25 વર્ષ પહેલા મારા માતા-પિતા આ શહેરની અંદર સાદી પૈડાવાળી રિક્ષામાં સામાન લાવતા હતા.
આ અનોખી ઉજવણીએ ઘણા લોકોના દિલ જીતી લીધા
ખાસ વાત એ છે કે જય કાથરોટિયા દ્વારા ઉજવવામાં આવેલો આ જન્મદિવસ માત્ર તેમના માટે જ નહીં પરંતુ એવા બાળકો માટે પણ યાદગાર બની ગયો હતો જેઓ ક્યારેય એરોપ્લેનમાં બેસવાનું વિચારી પણ નહોતા શકતા. તેમની આ અનોખી ઉજવણીએ ઘણા લોકોના દિલ જીતી લીધા છે. સમાજના અન્ય લોકોએ પણ આ પ્રકારની ઘટનામાંથી પ્રેરણા લઈને આવો અનોખો સંદેશ ફેલાવવો જોઈએ.
Read More – ગોવાની આ ખાસ કેરીની કિંમત સાંભળીને તમે ચોંકી જશો 6000 ડઝન